Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકામાં 6.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:કોરોના વાયરસની તબાહી વચ્ચે અમેરિકામાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકાના ઈદાહો રાજ્યમાં 6.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપના કારણોસર કોઈપણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. ભૂકંપના ઝટકા લગભગ 20થઇ 30 સેકેંડ સુધી મહેસુસ કરવામાં આવ્યા હતા.

                 અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર રાજ્યની રાજધાની બોઇસથી ઉત્તર પૂર્વમાં પર્વતીય વિસ્તારમાં હતું અમેરિકા હાલમાં ઘણી બધી મુસીબતો સામે લડી રહ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:56 pm IST)