Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ફેફસા માટે ઘાતક છે કોરોના વાયરસ:ગણતરીની કલાકોમાં પહોચાડેછે આટલું મોટું નુકશાન

નવી દિલ્હી: દેશમાં કોરોનાના ઘટતા કેસ રાહતની ઘટના છે પરંતુ કોરોના કેટલો ઘાતક છે તેનો ખુલાસો થયો છે જે મુજબ કોરોના વાઇરસ ગણતરીની કલાકોમાં ફેફસાને પંગુ બનાવી દે છે. અમેરિકાના બોસ્ટન વિશ્ર્વ વિધાલય સહિત અનેક વૈજ્ઞાનિકોએ જાણકારી મેળવી છે કે કોરોના વાઇરસ કેવી રીતે કેટલાક કલાકોમાં ફેફસાને નુકસાન પહોંચાડે છે. ત્યાર બાદ વૈજ્ઞાનીકો નીર્ણય પર પહોંચ્યા કે અમેરિકી ખાધ તેમજ ઔષધ પ્રશાસન (એફડીએ) દ્વારા મંજુર કરાયેલી 18 મોજુદ દવાઓનો ઉપયોગ કોવિડ-19 સામે કરી શકાય છે.

              વૈજ્ઞાનીકોએ વિષાણુ સંક્રમણની શરુઆતમાં ફેફસાની હજારો કોશીકાઓની અંદર થતી આણ્વિક ગતિવિધિઓના બારામાં અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલ સંશોધનો પરથી એક વ્યાપક માળખુ તૈયાર કરાયુ છે. જેથી કોરોનાનો સામનો કરનારી નવી દવાના વિકાસમાં મદદ મળી શકે. પરીક્ષણમાં જાણવા મળ્યુ કે એફડીએની 18 મોજુદ દવાઓનો ઉપયોગ કોરોના વાઇરસની સામે થઇ શકે છે. આ 18 દવાઓમાંથી પાંચ દવાઓ માનવ ફેફસાની કોશિકાઓમાં કોરોના વાઇરસના પ્રસારને 90 ટકા સુધી ઘટાડે છે. સંશોધન 'મોલકયુલર સેલ' નામની પત્રિકામાં પ્રકાશિત થયું છે.

(5:01 pm IST)