Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ઠંડી એવી કે ભીના વાળ જસ્ટ ઉલાળ્યા ને થીજી ગયા

ન્યુયોર્ક તા.૧: હજી થોડાક સમય પહેલાં જ અમેરિકામાં એક કેફેએ ગરમાગરમ કોફી હવામાં ઉલાળીને હવામાં જ કોફી થિજાવી દીધી એની તસ્વીરો વાઇરલ થઇ હતી. હવે અમેરિકાના આયોવા રાજ્યમાં એક બહેને ઠંડીમાં પોતાના વાળની જે હાલત થઇ એની ટચૂકડી વિડિયો-કિલપ ટ્વિટર પર શેર કરી હતી. અને રાતોરાત લાખો લાઇકસ મેળવી લીધી હતી. ટાયલર સ્કેલ નામની આ બહેન બુધવારે રાતે વાળ ધોઇને ઘરની બહાર નિકળી. અતિશય ગરમ પાણીથી વાળ ધોયા પછી તેણે માથેથી ટુવાલ કાઢયો અને વાળ જરાક અમથા ઝટકયા. હકીકતમાં ઠંડી એટલી હતી કે વાળ ઊંચા હતા ત્યારે જ એમાનું પાણી બરફ થઇને કડક થઇ ગયું. જાણે માથમાં હેરસ્પ્રે લગાવ્યો હોય એમ વાળ માથા પર ઊંચા થઇને રહી ગયા. બહાર ઠંડી એટલી કડકડતી હતી કે તે વધુ સમય બહાર ઊભી રહી શકે તેમ નહોતી એટલે તરત જ તે અંદર આવી ગઇ. ધીમે-ધીમે રૂમનો ગરમાવો અડતાં વાળ ધીમે-ધીમે પાછા નીચે આવ્યા. આ વિડિયો-કિલપને ગઇકાલ રાત સુધીમાં ૧,૦૩,૦૦૦ વ્યુઝ મળ્યા હતાં.

(3:47 pm IST)