Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

તસવીર જોઈને જ ઠુઠવાય જવાય

 અમેરિકામાં પોલાર વોર્ટેકસનો કેર યથાવત છેે. ભારે બરફવર્ષા અને અકલ્પનીય ઠંડીથી જનજીવન ખોરવાયુ છે. લોકો પોતાના ઘરમાં જ કેદ થવા મજબુર છે. આ પ્રકોપમાં કુલ ૧૪ લોકોના મૃત્યુ થયા છે. પારો ગગડીને માઈનસ ૫૫ થી ૬૦ ડિગ્રી વચ્ચે છે. ત્યારે શિકાગોમાં ભારે હિમવર્ષાનું દ્રશ્ય સામે આવ્યુ છે. જે જોતા જ  ઠુઠવાય જવાની લાગણી થવા લાગે છે. અહીં ચારે તરફ સફેદ ચાદર છે. ૬ થી ૮ ફુટ સુધી બરફના થર જામી ગયા છે. આ ઉપરાંત નદી, ઝરણા પણ થીજી ગયા છે. સાથો સાથ માનવીએ બનાવેલ પુલ ઉપર પણ કુદરતે પોતાનો બરફ રૂપી રસ્તો પાથરી દીધો છે.

(3:46 pm IST)