Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

૩.૦૩ કિલોનું એક અવાકાડો, તોડયો વર્લ્ડ રેકોર્ડ

લંડન તા.૧: હવાઇની એક હોસ્પિટલના ડોકટરે કેન્જી ફુફુમિત્સુ નામના ખેડૂતને ત્યાં એક અતિશય જાયન્ટ અવાકાડો જોયું. કેન્જીને તો ખબર નહોતી કે આ કોઇ વિશેષ ફળ છે, પણ પેલા ડોકટરને ખબર હતી કે હાલમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા અવાકાડોનું વજન ૨.પ કિલો જેટલું છે. ડો. જોય મેકએલ્રોયના કહેવાથી કેન્જીએ જોયું તો તેના ખેતરમાં એક-બે નહીં, લગભગ વીસથી ત્રીસ અવાકાડો જાયન્ટ કદનાં હતાં. એમાંથી સૌથી મોટા કદના ફળનું વજન કરતાં ખબર પડી હતી કે એનું વજન ૬ પાઉન્ડ અને ૧૧ ઔંસ એટલે કે લગભગ ૩.૦૩ કિલો થાય છે. સ્થાનિક રેકોર્ડમાં તો એને સ્થાન મળી ગયું, પરંતુ હવે ગિનેસ વર્લ્ડ રેકોડ્સમાં પણ નામ નોંધાય એની તૈયારીઓ ચાલી રહી છે.(

(3:32 pm IST)