Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

લાહોરમાં અદાલતના પરિસરમાં ફાયરિંગ: 2ના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં એક સત્ર અદાલતના પરિસરમાં હથિયારધારી શખ્સે કરેલ ફાયરિંગમાં ઓછામાં ઓછા બે લોકોના મોત નિપજ્યા છે મૃત્યુ પામેલ લોકોમાં એક પોલીસ કર્મી તેમજ એક હત્યાનો આરોપી કેદી હોવાનું જાણવામાં આવી રહ્યું છે પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આરોપી અમજદને જયારે હાથકડી પહેરાવીને અદાલતમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેના પર ગોળીબારી કરવામાં આવી જેમાં સાથે એક પોલીસ કર્મીનું પણ મોત નીપજ્યું છે.

(5:55 pm IST)