Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પાકિસ્તાનમાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના કિડનેપરોને જાહેરમાં ફાંસીએ ચડાવાશે?

કરાંચી તા.૧: પાકિસ્તાન સરકાર ૧૪ વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર્સને કિડનેપ કરનારાઓને જાહેરમાં ફાંસીએ ચડાવવાની કાનૂની જોગવાઇની તૈયારી કરી રહી છે. સરકારે એ જોગવાઇ ધરાવતા ખરડાનો મુસદ્દો માર્ગદર્શન માટે સ્થાનિક ધાર્મિક એકમને મોકલ્યો છે. પ્રસ્તાવિત ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ બિલ-૨૦૧૮માં ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું અપહરણ કરનારા અપરાધીઓને ફાંસીની સજાની જોગવાઇ પાકિસ્તાનના પીનલ કોડમાં સામેલ કરવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યું છે.

(3:42 pm IST)