Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ઘરની આર્થિક પરિસ્થિતિને જોતા લીધો આ નિર્ણય

મમ્મી માટે ઘર લેવા આટલા કરોડમાં ટીનેજર વેચશે પોતાની વર્જિનિટી!

લંડન તા. ૧ : બ્રાઝિલીઅન ટીનેજર રોસાલી પિન્હો(૧૯) દાવો કર્યો છે કે તે પોતાની મમ્મી માટે સુંદર અને ગમતું ઘર લેવા માટે પોતાની વર્જિનિટી ઓકશન કરશે. જેમાં વધુ પૈસા ચૂકવનાર સાથે તે ૧૨ કલાક જેટલો એકાંત સમય પસાર કરશે અને પોાતની વર્જિનિટી છોડશે.

રોસાલીના દાવા મુજબ તેને ઓલરેડી ૪૩૮૦૦૦ પાઉન્ડની એક બીડ મળી ચૂકી છે. પરંતુ તેને આશા છે કે આ રકમ મે મહિનામાં ઓકશન ડે આવશે ત્યારે હજુ વધી જશે. તે પોતાની વર્જિનીટીના ઓકશનથી ૭૪૫,૦૦૦ પાઉન્ડ ઉભા થશે તેવી આશા સેવી રહી છે.

ટીનેજરે પોતાની આ ઓફર અંગે કહ્યું કે તેના પરીવારની નબળી આર્થિક સ્થિતિએ તેને આ નિર્ણય લેવા માટે પ્રેરી છે. તો તેણે કબૂલ્યું કે ઇન્ટરનેટ પર તેના આ નિર્ણયની નિંદા થઈ રહી છે અને તને નેગેટીવ કોમેન્ટ્સ પણ મળી રહ્યા છે.

જોકે વિરોધ છતા રોસાલી પાછળ હટવા નથી માગતી તેણે કહ્યું કે હું આ મારા પરીવાર માટે કરી રહી છું. મારા પરીવારમાં ૭ વ્યકિતઓ છે. મારા મમ્મિ, અમે ૪ બહેનો અને બે ભાઈ છીએ. ૧૦ વર્ષ પહેલા મારા પિતાનું અવસાન થયું હતું જે બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.

હાલ ફકત મારા મોટા ભાઈ પાસે કામ છે અને તેને મહિનાના માત્ર ૧૪૫ પાઉન્ડ મળે છે જેનાથી અમે અમારા બીલ પણ ભરી શકવા સક્ષમ નથી. ઘણી ટીનેજ ગર્લ માટે તેમની વર્જિનિટી છોડવી એક ઈમોશનલ અને ફીઝીકલ સ્ટેપ છે. પંરતુ હું મારા નિર્ણય માટે જરા પણ આતુર નથી.

રોસાલીએ કહ્યું કે, 'હું ઘણી એવી છોકરીને ઓળખું છું જે માટાભાગે ફન અને થોડાઘણા પૈસા માટે પોતાની વર્જિનિટી ગુમાવે છે.' તેણે પોતાની સ્ટાર્ટિંગ પ્રાઇઝ ૨૬૩,૦૦૦ પાઉન્ડ રાખી હતી. જોકે તેને અત્યારથી જ ૪૩૮,૦૦૦ની બીડ મળી છે. જેને જોઈને રોસાલીને લાગે છે કે તે ઓકશનના ફાઇનલ ડે સુધીમાં ૭૪૫,૦૦૦ પાઉન્ડ જેટલી ઓફર મેળવી શકશે.

(9:52 am IST)