Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમેરિકામાં નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી:2 વર્ષથી નાના બાળકોને નહીં આપવામાં આવે ચોકલેટ

નવી દિલ્હી: અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે અને મોત પણ સૌથી વધારે થઈ રહ્યાં છે, પરંતુ સરકારે મંગળવારે વૈજ્ઞાનિકોની સલાહને આંખ આડા કાન કરીને ખાણી-પીણી સંબંધિત નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. એમાં ભલામણ કરવામાં આવી છે કે 2 વર્ષથી નાનાં બાળકોને કૃત્રિમ શુગરવાળી પ્રોડક્ટ્સ ના આપવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે મોટા લોકો માટે ડ્રિન્ક અને કૃત્રિમ શુગર મામલે 2015ની ગાઈડલાઈન્સ જ અનુસરવામાં આવી છે.

હકીકતમાં અમેરિકામાં એગ્રિકલ્ચર વિભાગ અને ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ મળીને પાંચ વર્ષમાં ખાણી-પીણી સંબંધિત ગાઈડલાઈન્સ જાહેર કરી છે. સરકાર એનો ઉપયોગ સ્કૂલોમાં લંચ-મેનુ વગેરેમાં માપદંડ નક્કી કરવા અને ખાણી-પીણી સંબંધિત વિવિધ નિયમો નક્કી કરવા માટે કરે છે. આમ, અમેરિકા પણ ખાણી-પીણીના માપદંડ આ પ્રમાણે જ નક્કી કરે છે. અપ્રત્યક્ષ રીતે વિવિધ કંપનીઓ પણ આ આધારે તેમનાં ખાદ્ય ઉત્પાદનો અપડેટ કરતી હોય છે.

(4:50 pm IST)