Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જાપાન કષ્ટમાંથી તૈયાર થયેલ ઉપગ્રહ લોંચ કરવા કરી રહ્યું છે સખ્ત મહેનત

નવી દિલ્હી: જાપાન હાલમાં એક નવતર પ્રયાસ કરી રહ્યો છે. તે કાષ્ટમાંથી તૈયાર થયેલો ઉપગ્રહ વિકસાવવા મથામણ કરીરહ્યું છે. આ ઉપગ્રહ અંતરિક્ષ ખેપથી પાછી ફરતી વખતે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે બળી જશે. હાલમાં એલ્યુમિનિયમમાંથી તૈયાર થતાં ઉપગ્રહ પણ પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરતી વખતે તૂટી જતા જ હોય છે , પરંતુ તેને કારણે વાતાવરણમાં છુટા પડતા એલ્યુમિનિયમના રજકણ વાતાવરણને પ્રદૂષિત કરીને ઓઝોન પડને નુકસાન પહોંચાડતા હોય છે. ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર અને પૂર્વ અંતરીક્ષ યાત્રી તકાઓ દોઇનું કહેવું છે કે એલ્યુમિનિયમના રજકણ પૃથ્વીના ઉપરના વાતાવરણમાં લાંબો સમય ઘૂમતા રહે છે અને તેને કારણે પૃથ્વીના પર્યાવરણ પર વિપરીત અસર પડતી હોય છે. કાષ્ટના ઉપગ્રહ તૈયાર થતાં તેવા પર્યાવરણકીય નુકસાનથી બચી શકાશે. કાષ્ટમાંથી ઉપગ્રહ તૈયાર થઇ શકે તેવું લાકડું શોધવા ક્યોટો યુનિ. હાલમાં સુમિતોમો જંગલના અધિકારીઓના સંપર્કમાં છે. તેઓ એવું લાકડું શોધી રહ્યા છે કે જે અંતરિક્ષના વાતાવરણમાં ટકી શકે. કાષ્ટમાંથી તૈયાર થનારા ઉપગ્રહ માટે પર્યાવરણ માટે જ બહેતર નહીં રહે પરંતુ તેની મદદથી ઉફગ્રહની નવી સરળ ડિઝાઇન પણ તૈયાર થઇ શકશે. કારણ એ છે કે કાષ્ટ વીજચુંબકીય સિગ્નલ્સને વાહક છે. અર્થાત ઉપગ્રહના એન્ટેનાને ઉપગ્રહની અંદર બેસાડી શકાશે.

 

(4:50 pm IST)