Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ટેક્સાસમાં થઇ શકે છે 12થી18ઇંચ સુધીની બરફવર્ષા:ચેતવણી આપવામાં આવી

નવી દિલ્હી: ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા છે. નેશનલ વેધર સર્વિસના અધિકારીઓએ ચેતવણી આપી હતી કે ટેક્સાસમાં ૧૨થી ૧૮ ઈંચ એટલે કે એક ફૂટથી દોઢ ફૂટ સુધી બરફવર્ષા થઈ શકે છે. ભારે બરફવર્ષાની આગાહીના પગલે ઘણાં રસ્તાઓ બ્લોક થઈ શકે એવી ભીતિ છે. નેશનલ વેધર સર્વિસના ઓક્લાહોમા સેન્ટરે ટેક્સાસમાં ભારે બરફવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ-પશ્વિમ વિસ્તારોમાં તો બરફવર્ષા શરૃ થઈ ચૂકી હતી. એના પગલે આખા ટેક્સાસમાં ભારે બરફવર્ષા થશે. એટલું જ નહીં, ત્રણથી પાંચ ઈંચ સુધીના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

         વિન્ટર સીઝનની આ પહેલી ભારે બરફવર્ષા હશે. નવા વર્ષ નિમિત્તે જાહેર રજાઓમાં લોકો બહાર જવાનંશ પસંદ કરતા હોય છે, પરંતુ હવામાન વિભાગે બહાર ન નીકળવાની ચેતવણી આપી છે. બરફવર્ષા ઉપરાંત વરસાદ અને તોફાની પવન ત્રાટકે એવી પૂરી શક્યતા છે. ટેક્સાસ ઉપરાંત લુસિયાના, મિસિસીપીમાં પણ તોફાની બર્ફિલો પવન ફૂંકાય એવી શક્યતા વ્યક્ત થઈ છે.

(4:49 pm IST)