Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ચીને હિંદ મહાસાગરમાં અન્ડર વોટર ડ્રોનનો કાફલો તૈનાત કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: હિમાલયમાં લદ્દાખ સરહદે ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીને હવે સમુદ્રમાં પણ પગપેસરો કરીને ભારતને ઘેરવાનું કાવતરું ઘડયું છે. ચીને હિન્દ મહાસાગરમાં અન્ડર વોટર ડ્રોનનો કાફલો તૈનાત કર્યો છે. આ ડ્રોન્સ મહિનાઓ સુધી કામ કરી શકે છે અને નૌકાદળને ગુપ્ત માહિતી પહોંચાડવા સક્ષમ છે. આ અન્ડર વોટર ડ્રોન્સનું નામ સી વિંગ ગ્લાઈડર છે. ફોર્બ્સ મેગેઝીન માટે લખતા સુટોને આ દાવો કર્યો હતો.

            અમેરિકાના પ્રતિષ્ઠિત આર્થિક મેગેઝીન ફોર્બ્સ માટે લખતાં સટને કહ્યું કે, આ સમુદ્રી ગ્લાઈડર્સ એક પ્રકારના માનવરહિત અન્ડર વોટર વ્હિકલ (યુયુવી) છે, જેને ડિસેમ્બર ૨૦૧૯ની મધ્યમાં લોન્ચ કરાયા હતા અને તેણે ફેબુ્રઆરીમાં ૩,૪૦૦થી વધુ ઓબ્ઝર્વેશન્સ કર્યા હતા. સરકારી સૂત્રોને ટાંકીને સટને જણાવ્યું કે, આ ગ્લાઈડર્સ અમેરિકન નૌકાદળે તૈનાત કર્યા હતા તેના જેવા જ છે. અમેરિકન ગ્લાઈડર્સને ચીને ૨૦૧૬માં જપ્ત કરી લેવાયા હતા. સટને લખ્યું કે, એ ઘણું આશ્ચર્યજનક છે કે ચીન હવે હિન્દ મહાસાગરમાં આ પ્રકારના યુયુવી એન માસ્ક તૈનાત કરી રહ્યું છે.

(4:49 pm IST)