Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ઇંડોનેશિયામાં હોલ્પિટલમાં કોરોના પોજીટીવ દર્દી અને નર્સ વચ્ચે શારીરિક સંબંધનો મામલો સામે આવતા ચકચાર

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં નર્સ અને કોરોના પોઝિટિવ દર્દી વચ્ચે શારીરિક સંબંધનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પુરૂષ નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, બંને લોકોએ સંબંધ હોસ્પિટલના શૌચાલયમાં બાંધ્યા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ કોરોના દર્દીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા.

      દર્દીએ કેટલાક વોટ્સએપ મસેજેના સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમાં તે આ આરોગ્ય કર્મચારીની છેડતી કરતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, આ વ્યક્તિએ એક પીપીએ કિટનો ફોટો પણ પોસ્ટ કર્યો. સમાચાર અનુસાર, આરોગ્ય કાર્યકર્તાએ સંબંધ બનાવતા પહેલા તેની પીપીઈ કીટ ફેંકી દીધી હતી. આ વિશે વાત કરતાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય નર્સ એસોસિએશનના પ્રવક્તાએ કહ્યું હતું કે, તે સાચું છે કે વિસ્મા એટલેટ ઇમરજન્સી હોસ્પિટલના આરોગ્ય કર્મચારી અને કોરોના-પોઝિટિવ દર્દી વચ્ચે સમલૈંગિક સંબંધો સામે આવ્યા છે. સમાચાર મુજબ બંને લોકોએ આ વાત સ્વીકારી લીધી છે.

(4:48 pm IST)