Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ઓસ્ટ્રેલિયામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: પિતા-પુત્રનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના દક્ષિણપૂર્વ વિસ્તારના જંગલોમાં ભીષણ આગ ભભુકતા મંગળવારના રોજ 2 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે જયારે અન્ય 3 લોકો હજુ સુધી લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોબારગોમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને અન્ય એક વ્યક્તિ હજુ સુધી લાપતા છે મૃતકોમાં એક પિતા અને પુત્રનો સમાવેશ થઇ રહ્યો છે. દક્ષિણ પૂર્વના કોબારગોમાં આગના કારણોસર લોકોએ પોતાના ઘરને બચાવના પ્રયત્નો  કરી રહ્યા હતા.

(6:49 pm IST)