Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

હોટલમાં યુવતી પર ૧૨ નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

જજના નિર્ણય પર માતાએ ઉઠાવ્યા સવાલ

લંડન, તા. ૧ : ૧૯ વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો હતો કે હોટલમાં ૧૨ નરાધમોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. સાઇપ્રસના આ મામલામાં સ્થાનિક કોર્ટના એક જજે યુવતીને ખોટા આરોપ લગાવવા માટે દોષી ઠેરવી છે. દોષી ઠેરવવામાં આવ્યા બાદ યુવતીને એક વર્ષ સુધીની સજા થઇ શકે છે. પરંતુ આ નિર્ણય પર બ્રિટિશ યુવતીની માતાએ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે જજે બદલો લેવાની ભાવનાથી આ ચુકાદો આપ્યો છે.

યુવતીની માતાએ કહ્યું કે નિર્ણય વિરુદ્ઘ અપીલ કરવામાં તે પોતાની દિકરીની મદદ લેશે. સાથે જ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, યુવતીની સાઇકલોજીસ્ટે કહ્યું કે જજે આ મામલે સુનાવણી દરમિયાન પીડિતાના પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પર વિચાર નથી કર્યો. બ્રિટિશ યુવતીએ કહ્યું હતું કે જુલાઇમાં તે રજાઓ ગાળવા માટે સાઇપ્રસ ગઇ હતી. આ દરમિયાન ૧૨ ઇઝરાયલી યુવકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

અગાઉ યુવતીએ કહ્યું હતુ કે સાઇપ્રસ પોલીસે તેને તે સ્વીકારવા માટે મજબૂર કરી હતી કે તે આ ઘટના વિશે ખોટુ બોલી છે.

આ મામલે ખુલાસો થયા બાદ ૧૨ આરોપી યુવકોની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પછીથી તેમને મુકત કરી દેવામાં આવ્યા હતા. તે બાદ યુવતીની ખોટુ બોલવાના આરોપસર સાઇપ્રસ પોલીસે ધરપકડ કરી હતી. સાથે જ મહિલાના વકીલોએ તેવા સંકેત પણ આપ્યા હતાં કે આ મામલે તે યુરોપિયન માનવાધિકાર ન્યાયાલયમાં અપીલ કરી શકે છે.

(4:05 pm IST)