Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ડ્રેસ-ડિઝાઇનરે બનાવ્યું યુરિનથી સીંચાતું પહેરી શકાય એવુ વેજિટેબલ ગાર્ડન

કેલિકોર્નિયા,તા.૧: યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિકોર્નિયામાં આર્કિટેકચર વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર અરોસિયાક ગેબ્રિયેલિયન અચા પ્રયોગશીલ ફેશન-ડિઝાઈનર પણ છે. તેમણે 'ગ્રો યોર ઓન ફૂડ' સૂત્રને નવો અર્થ આપતાં લગભગ ડઝનેક હરિયાળા ખાદ પદાર્થો ઉગાડી શકાય એવું વેઅરેબલ વેજિટેબલ ગાર્ડન બનાવ્યું છે. એ ગાર્ડન પહેરનાર વ્યકિતના યુરિનથી એને સીંચી શકાય એવી જોગવાઈ એમાં છે.

આ પ્રોજેકટ પ્રોફેસર અરૌસિયાક ગેબ્રિયેલિયને ફ્રેન્ચ બોટનિસ્ટ પેટ્રિક બ્લાંના માટી વિનાના વર્ટિકલ ગાર્ડન્સના કન્સેપ્ટમાંથી પ્રેરાઈને શરૂ કર્યો હતો. એમાં ભેજ સંદ્યરી રાખે એવા કપડાનું બનેલું વસ્ત્ર કમર પર પહેરવાનું હોય છે. એના પર માઇક્રોગ્રીન બિયારણ ચોંટાડેલું હોય છે. જર્મિનેટેડ બિયારણને ફલિત થઈને શાક કે ફળ ઊગતાં બે અઠવાડિયાં જેટલો સમય લાગે છે. યુરિનને કેથેટરમાં લઈને ઓસ્મોસિસના પ્રોસેસ વડે ફિલ્ટર કરવાની ટેકનોલોજી અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ અવકાશયાત્રીઓ માટે વિકસાવી છે. એ ટેકનોલોજીનો ડિઝાઇનરે ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો છે.

બિયારણને ફલિત કરવા માટે જરૂરી સિંચન પહેરનારના યુરિન વડે કરવાની વ્યવસ્થા એમાં હોય છે. માનવશરીરમાંથી ઉત્સર્જિત પદાર્થોની મદદથી પરાગરજ જેવા બિયારણને ફલિત કરીને જુદા-જુદા બાવીસ પ્રકારના પાક લઈ શકાય છે. આ પ્રોફેસરના કહેવા મુજબ વેઅરેબલ ગાર્ડનમાં કોબીજ, રેડીશ, સ્ટ્રોબેરી, પીનટ્સ જેવા પાક પણ લઈ શકાય છે.

(3:58 pm IST)