Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

૪ કલાકથી ઓછુ અને ૧૧ કલાકથી વધુ ઉંઘવું ખતરનાક

ફેફસાની બિમારી થવાની શકયતા : સર્વે

લંડન,તા.૧: એક સર્વેમાં માલુમ પડ્યું છે કેઙ્ગ એક દિવસમાં ૧૧ કલાક થી વધુ અથવા ચાર કલાકથી ઓછું ઊંદ્યે છે તેઓને ફેફડા સાથે જોડાયેલી બીમારી થઇ શકે છે. અંદાજે વ્યકિતને ૭ થી ૮ કલાકની નીંદર લેવી જોઇએ. એક રિપોર્ટના જણાવ્યા મુજબ, પલ્મોનરી ફાઇબ્રોસિસ ફેફડાની એક બીમારી છે જે ત્યારે થાય છે જયારે ફેફડાને નુકશાન પહોંચે છે.

સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે દીવસના સમયે મોડે સુધી ઊંદ્યનારા લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પ્રતિકૂળ રીતે વધે છે. અને કમરનો દ્યેરાવો પણ વધી જાય છે. અંદાજેઙ્ગ કલાકની નીંદરની સરખામણીએ ૧૧ કલાકથી વધુની નીંદર કરતા લોકોમાં ફેફડાની બીમારી સાથે જોડાયેલી બીમારી થવાની સંભાવના ત્રણ ગણું વધી જાય છે.

(1:12 pm IST)