Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

એન્ટિ-ડિપ્રેસન્ટસ દરેક દરદીનો ઉપચાર કરતાં નથી

લંડન તા.૧: જર્મનીમાં હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે લોકો ડિપ્રેશનમાં સરી પડે છે તેમને દવા આપવામાં આવે તો ઘણા દરદીઓ પર એનો કોઇ પ્રભાવ દેખાતો નથી. જે દવા એક દરદી પર સફળ રહી છે એ જ દવાએ પ્રકારનો વ્યાધિ ધરાવતા બીજા દરદી પર અસર કરતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ વિશ્વમાં આશરે ૩૫ કરોડ લોકો ડિપ્રેશનથી પીડાય છે. જોકે એમાંથી માત્ર ત્રીજા ભગના લોકોને જ દવાઓની અસર થાય છે. ડિપ્રેશનનો ઉપચાર કરકા ડોકટરો કઇ દવા અસર કરશે એ માટે ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરે છે. જે દવાની અસર થતી દેખાય એ જ દવા દરદીને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે.

(11:50 am IST)