Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ફાઇબરયુકત આહાર ખાઓ પેટની ચરબી ઘટાડો

મુંબઇ તા.૧: ઘણા લોકોના પેટની ફરતે ટાયર હોય એવી ચરબી જોવા મળે છે, પણ હવે રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે રોજના ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ૩૦ ગ્રામ જેટલું કરવામાં આવે તો પેટ ફરતે જમા થતી ચરબીને ઘટાડી શકાય છે. કઠોળ, ફળ,શાકભાજી અને અનાજમાંથી મળતું ફાઇબર રોજ લેવામાં આવે તો બ્લડ-શુગરને ઘટાડી શકાય ચે. આ ફાઇબર શરીરમાં જઇને મેટાબોલિઝમને એકિટવેર કરે છે. એને પરિણામે પેટની ફરતે ચરબી જમા થતી નથી. જે લોકોના ખોરાકમાં ફાઇબરની કમી હોય છે તેમનું વજન વધે છે. તેમને ડાયાબિટીઝ વધે છે. જોકે વધુપડતું ફાઇબર લેવાને કારણે પણ ઘૂંટણમાં પીડા થાય છે અને હાડકા પોલાં બને છે.(૧.૫)

(11:49 am IST)