Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

એક દેશ એવો જ્યાં મોટાભાગના લોકોનો જન્મદિવસ ૧ જાન્યુઆરીએ છે

ઋતુ કે ઘટના પરથી યાદ રાખે છે બર્થ ડેઃ ઇસ્લામ કેલેન્ડરવાળા પણ આ જ તારીખ લખે છે

કાબુલ તા. ૧ : ૧ જાન્યુઆરી એ સામદ અલાવીનો બર્થ ડે છે. સાથે સાથે આ જ દિવસે તેની પત્ની, બે પુત્રો અને તેના ૩૨ જેટલા મિત્રોનો તથા બીજા હજારો અફઘાન લોકોનો જન્મદિવસ છે. જે લોકોને તેમની જન્મતારીખ ન ખબર હોય તેવા લોકોને સગવડ ખાતર ૧ જાન્યુઆરીની તારીખ આપી દેવામાં આવે છે.

બર્થ સર્ટિફિકેટ અને સત્ત્।ાવાર રેકોર્ડના અભાવે ઘણા અફઘાન ઋતુ કે કોઈ ઘટનાને આધારે જ પોતાનો જન્મદિવસ યાદ રાખે છએ. પરંતુ ફેસબુક વગેરે સોશિયલ મીડિયા પર તેમના બર્થ ડે રજિસ્ટર કરાવવા પડે છે. વળી અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને વિઝાની ડિમાન્ડમાં પણ ખાસ્સો વધારો થઈ રહ્યો છે. આ કારણે મોટાભાગના અફઘાન લોકોની સામાન્ય પસંદ ૧ જાન્યુઆરીનો દિવસ બની રહ્યો છે.

૪૩ વર્ષના સમદ અલાવી જણાવે છે, એવુ લાગે કે જાણે બધા અફઘાનનો બર્થ ડે ૧ જાન્યુઆરીએ જ હોય! જે લોકોને પોતાનો જન્મ દિવસ ખબર હોય તે પણ સરળતા ખાતર પોતાનો બર્થ ડે ૧ જાન્યુઆરીએ જ રાખી દે છે કારણ કે તેમને તેમનો બર્થ ડે અફઘાનિસ્તાન અને ઈરાનમાં જ વપરાતા હિજરી કેલેન્ડરમાંથી કન્વર્ટ કરવાની જહેમત નથી લેવી હોતી.

આલવી જણાવે છે, મેં ૨૦૧૪માં જયારે પહેલીવાર મારુ ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કર્યું ત્યારે ડ્રોપ ડાઉન લિસ્ટમાં ૧ જાન્યુઆરી સિલેકટ કરવું સાવ આસાન હતુ. ઈન્ટરનેટ ધીમુ હતુ અને તારીખને વેસ્ટર્ન કેલેન્ડરમાં કન્વર્ટ કરવી મુશ્કેલ હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે તેમના સત્ત્।ાવાર આઈડેન્ટિટી કાર્ડમાં પણ જન્મ તારીખ અંગે કોઈ સ્પષ્ટતા હોતી નથી. તેમની તારીખ તેમના શારીરિક દેખાવને જોઈને નક્કી કરવામાં આવે છે. ૩૪ વર્ષના અબ્દુલ હડી જણાવે છે, મારા આઈડીમાં લખ્યું છે કે હું ૧૯૮૬માં ત્રણ વર્ષનો હતો. અફઘાનિસ્તાનમાં આઈડી કાર્ડમાં જન્મ તારીખ માટે કોઈ ખાલી જગ્યા જ નથી હોતી. જો તમારે રેકોર્ડ ના હોય તો તમે તમારી તારીખ કેવી રીતે યાદ રાખી શકો?

અધિકારીઓ આ બદલવાની કોશિશ કરી રહ્યા છે. તાજેતરમાં અફઘાન હોસ્પિટલો અને મોટા શહેરોમાં નવા જન્મેલા બાળકોને જન્મતારીખના પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે જે આ અગાઉની પેઢી પાસે નહતા.

સરકારે ઈ-આઈડી અથવા તો નેશનલ આઈડી કાર્ડ આપવાનું પણ નક્કી કર્યું છે જેમાં વ્યકિતની જન્મતારીખ લખેલી હોય. આ પ્રક્રિયા રાજકીય અને ટેકિનકલ સમસ્યાને કારણે હજુ સુધી શરૂ થઈ શકી નથી. સત્ત્।ાવાર રેકોર્ડના અભાવે ઘણા ભણેલા વાલીઓ તેમના બાળકોના જન્મદિવસ કાગળની સ્લિપ પર લખી રાખે છે અને તે સ્લિપ કુરાનમાં મૂકી દે છે. અલવી જણાવે છે, મને આશા છે કે એક દિવસ બધા જ અફઘાન તેમની સાચી જન્મતારીખ મેળવી શકે જેથી સોશિયલ મીડિયા પર તેમણે ન જોવું પડે કે આખરે તેમને કેટલા વર્ષ થયા.(૨૧.૧૦)

(11:49 am IST)