Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સગાઇમાં પ્રેમિકાને પહેરાવી ત્રણ અબજ રૂપિયાની રિંગ

લંડન તા.૧: આ એક એવી પ્રેમિકા છે જે કોઇ રાજવી પરિવારમાંથી નથી, પણ તેના શોખ રાજકુમારીથી ઓછા નથી અને તેનાં લગ્ન બહુ જલદી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર હેરિસન રેફિયો સાથે થવાના છે. જે પ્રેમિકાની વાત છે તેનું નામ છે અલેકસા છે અને તે કમ્પ્યુટર બનાવતી ફેમસ ડેલ કંપનીના CEO માકિલ ડેલની દીકરી છે. માઇકલ ડેલની સંપતિ ૧.૫૩ લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને વિશ્વના સૌથી અમીરોની યાદીમાં તેનું નામ છે. તેમની દીકરી અલેકસા પણ છેલ્લાં ચાર વર્ષથી એક સ્ટાર્ટ કંપનીમાં કામ કરે છે. અલેકસાના બોયફેન્ડ હેરિસનના પિતા પણ એટલા જ અમીર છે અને વિશ્વના અમીરોની યાદીમાં તેમનું સ્થાન ૩૭મું છે. એટલે સગાઇમાં અલેકસાને જે રિંગ પહેરાવવામાં આવે એ કંઇ સીધીસાદી તો ન જ હોય હેરિસને જે રિંગ અલેકસાને પહેરાવીએ બાર કેરેટના હીરાવાળી છે. અને એની કિંમત ત્રણ અબજ રૂપિયા છે. અલેકસાએ આ રિંગ સાથેના ફોટો સોશ્યલ મીડિયા પર પણ મૂકયા છે.

(9:55 am IST)