ગુજરાત
News of Friday, 31st December 2021

સુરતના ભાજપના વધુ એક નેતાઓને કોરોના : ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ કોરોના પોઝિટિવ : ટ્વીટ કરીને જાણકારી આપી

ડૉક્ટરોની સલાહ મુજબસેલ્ફ કોરંટાઈન થયા :સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા અને રિપોર્ટ કઢાવી લેવા કહ્યું

સુરત: સુરતના વધુ એક ભાજપના નેતા કોરોના પોઝિટિવ થયા છે.  ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઝંખના પટેલ કોરોનાના શિકાર  બન્યા છે. ઝંખનાબેન મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર પણ સ્ટેજ પર હાજર હતા. પહેલા ડેપ્યુટી મેયર કિશોર બિન્દલ અને હવે ધારાસભ્ય ઝંખનાબેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પહેલા ભાજપના જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ પણ પોઝિટિવ આવ્યા હતા. આમ ભાજપના નેતાઓ એક બાદ એક કોરોનાગ્રસ્ત બની રહ્યા છે.

ધારાસભ્ય ઝંખનાબેન પટેલે ટ્વિટ કરતા કહ્યું, કોરોનાનાં લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે, મારી સૌને વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા અને રિપોર્ટ કઢાવી લેવા વિનંતી.

(6:44 pm IST)