ગુજરાત
News of Friday, 31st December 2021

કાયદાની એસીતેસી....રાજપીપળા કરજણ નદીના ઓવરે ગેરકાયદેસર મહાજાળ નાંખી મચ્છી મારી થતા ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા કરજણ નદીના ઓવરા પર ગેરકાયદેસર મહાજાળ નાંખી મચ્છી પકડાવની પ્રવૃત્તિ ઘણા વર્ષોથી સમયાંતરે ચાલી રહી હોવા છતાં આ માટે મત્સ્ય વિભાગના અધિકારીઓ અજાણ હોય તેમ જાણવા મળે છે

ગત વર્ષોમાં પણ આ જગ્યા પર એક ગેરકાયદેસર બોટ ફરતી હતી અને બોટમાંથી જાળ નાંખી મચ્છી પકડવાની બાબત સામે આવી હતી, હાલમાં મહાજાળ દ્વારા મચ્છીનો પકડકા કામગીરી ચાલુ છે જેને સ્થાનિક લોકો નજરે જોઈ રહ્યા હોવા છતાં અધિકારીઓને કેમ આ ગેરકાયદેસર થતી મચ્છી મારી બાબતે અજાણ છે તેવા પ્રશ્નો ઉઠ્યા છે.
 જોકે જાણવા મળ્યા મુજબ આજે નદીમાં નાખેલી જાળમાં મચ્છી પકડવાના ખોરાક સાથે ઝેરી દવા નાંખતા હોવાથી મચ્છી સાથે કાચબા પણ મરી જતા હોવાની વાતમાં જો સત્યતા હોય તો મત્સ્ય અધિકારી પગલાં લે તે જરૂરી છે.
 આ બાબતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારી જીગ્નેશ ડાભીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે હું હમણાં સાંકલન મિટિંગમાં છું ત્યાંથી ફ્રી થઈ આ બાબત ચેક કરાવું છું અને આવું કઈ જણાશે તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું.

(10:34 pm IST)