News of Tuesday, 31st December 2019
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત : પીધેલાઓને પકડવા સઘન ચેકીંગ
બ્રીથ એનલાઇઝરની મદદથી ગાડીઓને રોકીને પેસેન્જરોની તપાસ: એસજી હાઇવે પર ભારે અને મધ્યમ ભારે માલવાહક અને પેસેન્જર વાહનો પર પ્રતિબંધ: અનેક સ્થળોએ પાર્કિંગ માટે મનાઈ
અમદાવાદ : થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અમદાવાદ સહીત રાજ્યભરના તમામ શહેરોમા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અમદાવાદ શહેરમાં આજે પીધેલાઓને પકડવા માટે પોલીસે બ્રીથ એનલાઇઝરની મદદથી ગાડીઓને રોકીને પેસેન્જરોની તપાસ કરી રહી છે.
31મી ડિસેમ્બરે સીજી રોડ સાંજે 6 વાગેથી રાતના 3 વાગે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ એસજી હાઇવે પર ભારે અને મધ્યમ ભારે માલવાહક અને પેસેન્જર વાહનોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના રોડ પર 31મી એ સાંજે 7 વાગેથી રાતના 3 વાગે સુધી વાહન પાર્કિંગમાં પણ પ્રતિબંધ છે. નહેરુનગરથી ઇસ્કોન સુધીના રસ્તે ખાનગી લક્ઝરી બસના પાર્કિંગ પણ પર પ્રતિબંધ લગાવ્યો છે.
(10:42 pm IST)