ગુજરાત
News of Friday, 22nd February 2019

ભરૂચ જિલ્લાનો એસટી વ્યવહાર ઠપ્પ :હજારો મુસાફરોને હાલાકી : કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં સુત્રોચાર કરીને વિરોધ કર્યો

જિલ્લાભરની ર૩૦૦ જેટલી ટ્રીપો રદ થતા વાહન વ્યહાર ખોરવાયો : કુલ ૧૪૮૩ જેટલા કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી ગયા

ભરૂચ :એસ,ટી. વિભાગના કર્મચારીઓની માંગણીઓ સામે સરકારે મચક નહિ આપતા કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી જતા સમગ્ર જિલ્લાનો એસ.ટી. વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.અને હજારો મુસાફરો અટવાયા હતા આંદોલનને ઉગ્ર બનાવી એસ.ટીકર્મીઓ દ્વારા અર્ધ નગ્ન થી પોતાનો વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર કર્યા હતા.

ભરૂચ જિલ્લાના જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા ડેપો તથા એસ.ટી. વિભાગ ડિવિઝન ઓફિસ, વર્કશોપ અને ટાયર પ્લાન્ટના મળી કુલ ૧૪૮૩ જેટલા કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી જતા કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી ૩પ૦ જેટલી એસ.ટી. બસોના પૈડાં થંભી જતા જિલ્લાભરની ર૩૦૦ જેટલી ટ્રીપો રદ થતા વાહન વ્યહાર ખોરવાયો હતો. જેના પગલે જિલ્લાભરમાં ૩૦ થી ૩પ જેટલા મુસાફરો અટવાયા હતા. શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો સહિત મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 ભરૂચ એસ.ટી.ડેપો ઉપર એસ.ટી. કર્મચાર્રીઓએ ભેગા મળી અર્ધનગ્ન થઈ સરકાર વિરૂધ સુત્રોચ્ચાર સાથે તેમની માંગણી પુર્ણ કરવા વિરોધ નોંધાવી હડતાલને જ્યાં સુધી તેમની માંગ ન સ્વીકારાય ત્યાંસુધી યથાવત તેમજ અચોક્કસ મુદ્દતની જાહેર કરી હતી

(12:23 pm IST)