ગુજરાત
News of Saturday, 17th November 2018

ગાંધીનગરમાં બરોબર પાઠ્યપુસ્તક વેચાયાની માહિતીથી હોબાળો

ગાંધીનગર: જિલ્લાના કલોલની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ માટે આવેલા પાઠયપુસ્તકો બારોબાર પસ્તીમાં આપી દેવામાં આવ્યા હતા આ બાબતે સામાજિક કાર્યકરે હોબાળો મચાવતા પાઠયપુસ્તક ફરી સ્કૂલમાં પહોંચાડી દેવામાં આવ્યા છે આ પસ્તીકાંડના પડઘા સચિવાલયમાં પણ પડયા છે અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે તટસ્થ તપાસ થાય અને કસુરવાર દંડાય તે માટે જિલ્લાકક્ષાએ આપેલી સુચનાને અનુસંધાને તાલુકા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી છે. 

સરકારી પ્રાથમિક શાળાના પાઠય પુસ્તકોને પસ્તીમાં વેચવાનો કાંડ ગઇકાલે કલોલના એક સામાજીક કાર્યકરે પકડી પાડયો હતો. 

(3:27 pm IST)