ગુજરાત
News of Thursday, 19th April 2018

સાબરકાંઠાના અેક વ્‍યક્તિને ૨૦ના બદલે ૨૮ આંગળીઓઃ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લીમ્કા બુક રેકોર્ડમાં સ્‍થાન

સાબરકાંઠાઃ સાબરકાંઠાના ગાંભોઇ ગામ ખાતે રહેતા દેવેન્દ્રભાઈ સુથાર પોતાના હાથપગની આંગળીઓના કારણે એક અનોખી વિશિષ્ટતા ધરાવે છે. દેવન્દ્રભાઇ સુથારને હાથેપગે મળીને કુલ 28 આંગળીઓ છે. દેવેન્દ્રભાઈની એન્ટ્રી પહેલાં ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 24 આંગળીઓ ધરાવતી વ્યક્તિનું નામ નોંધાયેલું હતું. પરંતુ હવેથી વિશ્વમાં સૌથી વધું આંગળીઓ ધરાવનારા તરીકે 28 આંગળીઓ ધરાવતા દેવેન્દ્રભાઈનું નામ ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક રેકોર્ડમાં નોંધાઇ ગયું છે. છે. ગીનીઝ બૂકમાં ઓફિશિયલી એમેઇઝિંગ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

દેવેન્દ્રભાઈને 28 આંગળીઓ હોવાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેમની સ્કૂલ લાઈફમાં પણ તેમને કેટલાંક વિદ્યાર્થીઓ ચિડવતા હતા. પરણવામાં પણ અનેક મુશ્કેલીઓ આવી હતી. કેટલીક કન્યાઓએ તેમને આંગળીઓને કારણે જ રિજેક્ટ કર્યા હતા. આમછતાં પોતાના વારસાગત વ્યવસાયમાં લાગીને પરિવારના ગુજરાન માટે પૂરતું કમાઈ લેતા દેવેન્દ્રભાઈએ જીવનમાં હતાશાને સ્થાન આપ્યું નહોતું. તેમણે વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધવાનું નક્કી કર્યું હતું. હાલમાં પણ તેઓ સુથારી કામ કરે છે.

તેમને સૌથી વધું મુશ્કેલીતો પગરખાં માટે પડે છે. તેમની સાઈઝના બૂટ મળતાં નથી. તેઓ ચપ્પલ પહેરે છે. આમછતાં પારિવારિક સાથને કારણે તેમને જીવન વિશે કોઈ ફરિયાદ નથી.

(7:02 pm IST)