ગુજરાત
News of Thursday, 19th April 2018

આણંદના સલાટિયાં રોડ પર દારૂની ખેપ મારતો શખ્ત 40 હજારના જથ્થા સાથે ઝડપાયો

આણંદ:શહેરના સલાટીયા રોડ નવા સી. કે. હોલની સામેથી શહેર પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા એક શખ્સને ૪૦ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર શહેર પોલીસને હકીકત મળી હતી કે, સલાટીયા રોડ ઉપર આવેલી શક્તિકૃપા સોસાયટીમાં રહેતો મહેશભાઈ નટુભાઈ પટેલ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેથી પોલીસે છાપો મારતાં મહેશભાઈ ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે તલાશી લેતાં મકાનની પાછળ આવેલ પાણીની ટાંકીની બાજુમા છુપાવી રાખેલ રોયલ સ્ટેગ પ્રીમીયમ વિસ્કી તેમજ રીસોલ્યુશન એક્ટ્રા ડ્રાય જીનની બોટલો ૭૯ કે જેની કિંમત ૩૯૫૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે આ અંગે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

(4:41 pm IST)