ગુજરાત
News of Saturday, 31st October 2020

કેવડિયા ખાતે પી.એમ મોદીના કાર્યક્રમ માટે બે એડવાન્સ લાઈફ સપોર્ટ108 એમ્બુઅલન્સ મુકાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : SOU પરેડ ગ્રાઉન્ડ ખાતે covid-19 ના રેપિડ ટેસ્ટ કરતા 22 લોક ને covid-19 પોઝિટિવ નીકળ્યા હતા,તે દરમિયાન covid-19ના પોઝિટિવ કેસોને શિફ્ટ કરવા ચાર 108 એમ્બુઅલન્સ કામે લાગી હતી.
  આજે 31/10/20 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને માટે બે 108 (ALS-એડવાન્સ લાઈફ સપોર્ટ ) એમ્બુઅલન્સ મુકવામાં આવી હતી.કોઈ પણ અજુગતી ઘટના બને તો તરતજ પોહચી વળવા, જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા Gvk emri ની બે એડવાન્સ લાઈફ સપોર્ટ 108 એમ્બુઅલન્સ મુકાવી હતી,
  આ એમ્બ્યુલન્સ માં ICU ની જેમ ખાસ સુવિધા સહીત સાધનો હોય છે, જેમકે વેન્ટિલેટર,મલ્ટિપેરા મોનીટર, AED (ઑટોમેટેડ એક્સટર્નલ ડિફીબ્રિલેટર, નેબ્યુલાઇઝર તેમજ રેગ્યુલર આવતા સાધનો ઉપલબ્ધ હોય છે જેથી કરીને કોઈ પણ ઇમર્જન્સીમાં દર્દીને  વેન્ટિલેટર પર રાખવું  કે હૃદય બંધ પડી જાય (હાર્ટ અટેક કે કોઈ અન્ય કારણ થી )શોક આપવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તે સુવિધા પણ  ALS 108 એમ્બુઅલન્સમાં ઉપલબ્ધ હોય છે તેમજ એમ્બ્યુલન્સમાં આવતા ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશ્યન (ઈ એમ ટી )સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ તેમને છ માસે રિન્યૂઅલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

(11:37 pm IST)