ગુજરાત
News of Saturday, 31st October 2020

બેસણા ગામ પાસે બોલેરો ગાડીના ચાલકને ઝોકું આવી જતા ગાડી ગટરમાં ઉતરી જતા મુસાફરોને ઇજા

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના બેસણા ગામ નજીક બોલેરો ગાડી નં.MH.26.NF.0530 લઈ જતા મગનભાઇ દિલીપભાઈ પાડવીએ પોતાની કબજામાની બોલેરો ગાડી પુર ઝડપે હંકારી લાવી ચાલુ ગાડીએ ઝોંખુ આવતા પોતાની ગાડી રોડની સાઈડમાં આવેલ ગટરમાં ગાડી ઉતરી જતા પોતાને તથા અંદર બેસેલ ગૌરીબેનને ફેક્ટર કરી તેમજ બીજા મુસાફરો ને પણ ઓછી વતી ઈજા કરતા દેડિયાપાડા   પોલીસે મગનભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:33 pm IST)