ગુજરાત
News of Saturday, 31st October 2020

નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના 70 થી વધુ યુવાનોએ સરદાર પટેલને પુષ્પાંજલિ આપી શપથ લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના 70 થી વધુ યુવાનોને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા વહીવટી તંત્રએ કેવડિયા એકતા પરેડમાં ભાગ લેવા મોકલ્યા હતા ત્યારબાદ યુવાનો આ નહેરુ યુવા કેન્દ્રની રાજપીપળા ઓફીસ ખાતે આવી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી શપથ લીધા હતા જેમાં જિલ્લા યુવા સંયોજક વી.બી.તાયડે, જિલ્લા મહામંત્રી અજિતભાઈ પરીખ,એલ.આઈ.સી.ના ડી.ઓ મેહુલભાઈ પટેલિયા નગર પાલિકા સદસ્યા પ્રતિક્ષા બેન પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા.

(11:32 pm IST)