ગુજરાત
News of Saturday, 31st October 2020

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ- લડાયક મહિલા નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા કરજણમાં ઉમેદવારના સમર્થનમાં વિશાળ મહિલા સંમેલન -રોડ શો યોજાયો

જુદા-જુદા ક્ષેત્ર ની 100 મહિલાઓ ભાજપ છોડી કોગ્રેસમા જોડાઈ : મહિલાઓએ ભાજપને ઘરભેગુ કરવાનો નિર્ધાર કર્યો

ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ અને લડાયક મહીલા નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા આજરોજ  કરજણ વિધાન સભા કોગ્રેસના ઉમેદવાર શ્રી કિરીટસિંહ જાડેજાના સમર્થનમા કરજણ ખાતે વિશાળ મહિલા સંમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ કાર્યક્રમ ની શરુવાતમા દેશ  ના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ દેશ ના લોખંડી મહિલા પુર્વ વડાપ્રધાન શ્રી ઈન્દિરા ગાંધી ને શ્રધ્ધા સુમન અર્પણ કરવામા આવ્યુ હતુ 

  ત્યાર બાદ કરજણ વિધાન સભા વિસ્તારમાથી જુદા-જુદા ક્ષેત્ર ની 100 મહિલાઓ ભાજપ  છોડી કોગ્રેસ મા જોડાઈ  હતી જેમને પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા એ  કોગ્રેસનો ખેસ પહેરાવી આવકારી હતી  જણાવ્યુ હતુ કે ભાજપ ના રાજમા મહિલાઓ ને ના ફ્રી શિક્ષણ મળ્યુ,ના રોજગારી મળી,ના સુરક્ષા મળી,ના સન્માન મળ્યુ,માત્ર મોંઘવારી મળી, ત્યારે હવે રાજ્યની મહિલાઓએ ભાજપને ઘરભેગુ કરવાનો નિર્ધાર કરી લીધો છે અને તેની શરૂઆત રાજ્ય ની આ આઠ પેટા ચુંટણી થીજ થઈ જશે આ ઉપરાંત  પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ની આગેવાનીમા કરજણ ખાતે યોજવામા આવેલ  પગપાળા રોડ શો મા મોટી સંખ્યા મા મહિલાઓ જોડાઈ હતી

(10:47 pm IST)