ગુજરાત
News of Saturday, 31st October 2020

કોંગી કાર્યકરે વોટ્સએપમાં અશ્લિલ તસવીરો પોસ્ટ કરી

રાજકારણમાં સોશિયલ મીડિયાની આડઅસરો : નાગલપુર વિસ્તારના કોંગી કાર્યકરની પોસ્ટથી લોકો એક પછી એક ગ્રુપમાંથી પોતાને રિમૂવ કરવા લાગ્યા હતા

મહેસાણા ,તા.૩૧ : હાલમાં સોશિયલ મીડિયાનો યુગ છે, સામાન્ય લોકોથી લઇ રાજનીતિ સાથે જોડાયેલા લોકો પણ સોશિયલ મીડિયાનો સંપૂર્ણ ઉપયોગ કરે છે. રાજનીતિ સાથે જોડાયેલી પાર્ટીઓના સ્થાનિક કાર્યકરો પણ વ્હોટ્ટસ એપ્પ ગ્રુપ ચલાવતા હોય છે અને આવા ગ્રુપોમાં ક્યારેય એવી તસવીરો અને વીડિયો શેર થઇ જતા હોય છે જેના કારણે મહિલા કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ જતી હોય છે આવો એક કિસ્સો મહેસાણાના કોંગ્રેસ ગ્રુપમાં બન્યો છે. જ્યાં એક સ્થાનિક કાર્યકરે અશ્લીલ તસવીરો ગ્રુપમાં પોસ્ટ કરી હતી.

મહેસાણા શહેર કોંગ્રેસના ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ મૂક્વાથી સ્થાનિક કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. કોંગ્રેસ કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં ભત્સ પોસ્ટ મુકતા ગ્રુપના સભ્યો ક્ષોભમાં મુકાયા હતા. ગ્રુપમાં નાગલપુર વિસ્તારના કોંગી કાર્યકરની પોસ્ટથી લોકો એક બાદ એક ગ્રુપમાંથી રિમૂવ થવા લાગ્યા હતા.

મહેસાણા શહેર કોંગ્રેસ નામના ગ્રુપમાં બીભત્સ ફોટો પોસ્ટ કરાયાના સમાચાર વાયુવેગે આખા મહેસાણા જિલ્લામં ફેલાઇ ગયા હતા. મહેસાણા શહેર કોંગ્રેસના ગ્રુપમાં ૯૪૨૬૨૩**** નંબર પરથી અશ્લીલ પોસ્ટ કરાઇ હતી. પોસ્ટ કરનાર નાગલપુર વિસ્તાર કોંગ્રેસનો કાર્યકર્તા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જોકે કોંગ્રેસ કાર્યકરની આવી હરકતથી ગ્રુપમાં અન્ય સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.

(8:50 pm IST)