ગુજરાત
News of Saturday, 31st October 2020

રાજ્યના વિજિલન્સ કમિશ્નર તરીકે સંગીતાસિંહની નિમણૂક

આજે જ નરિવૃત્ત થયેલા સંગીતાસિંઘ છેલ્લા ત્રણ વર્ષથી વિજિલન્સ કમિશનરનો વધારાનો હવાલો સાંભળતા હતા : હવે તેણીની સીધી નિમણુંક કરાઈ

અમદાવાદ :રાજ્યના વિજિલન્સ કમિશ્નર તરીકે નિવૃત્ત આઇએએસની સંગીતાસિંહની નિમણૂક કરવામાં આવી છે. સંગીતાસિંહ છેલ્લા ત્રણ વર્ષથી વિજિલન્સ કમિશ્નર તરીકેનો વધારાનો હવાલો સંભાળતા હતા. હવે તેમની વિજિલન્સ તરીકે સીધી નિમણૂક કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકારે રાજ્યના નવા વિજિલન્સ કમિશ્નર તરીકે સંગીતાસિંહની નિમણૂક કરી છે. સંગીતાસિંહ 1986 બેચના સિનિયર આઇએએસ અધિકારી છે. તેઓ આજે શનિવારે 31મી ઓક્ટોબરે નિવૃત્ત થયા છે. તેઓ ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત હતા. તેમના નિવૃત્તિના દિવસે જ સરકારે તેમને વિજિલન્સ કમિશ્નર તરીકે નિમણૂક આપી છે.

સામાન્ય રીતે વિજિલન્સ કમિશ્નરની નિમણૂક ત્રણ વર્ષની સમયમર્યાદા માટે કરવામાં આવતી હોય છે. રાજ્યના તત્કાલીન વિજિલન્સ કમિશ્નર એચ.કે.દાસને વર્ષ 2016માં વિજિલન્સ કમિશ્નર તરીકે નિમણૂક આપવામાં આવી ત્યારે ત્રણ વર્ષ માટે નિમણૂક આપી હતી. તેઓ ગયા વર્ષે નિવૃત્ત થયા બાદ ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પાસે વિજિલન્સ કમિશ્નરનો વધારાનો હવાલો હતો. હવે તેમને જ વિજિલન્સ કમિશ્નરની નિમણૂક આપી દીધી છે, પરંતુ રાજ્ય સરકારે સંગીતાસિંહ વિજિલન્સ કમિશ્નર તરીકે કરેલી નિમણૂકના નિમણૂકપત્રમાં કેટલા વર્ષ માટે વિજિલન્સ કમિશ્નર તરીકે રહેશે તેનો ઉલ્લેખ કર્યો નથી.

(7:23 pm IST)