ગુજરાત
News of Saturday, 31st October 2020

બાઈક પર વિદેશી દારૂની ખેપ મારતા પરપ્રાંતિય શખ્સને દાઝપી લેતી અરવલ્લી એલસીબી પોલીસ

દારૂ બિયરની બટોલ અને બાઈક સહીત 60 હજારનો મુદામાલ જપ્ત

મોડાસા : અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની રેલમછેલ રોકવા અરવલ્લી જીલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતે સુચના અને માર્ગદર્શન આપ્યા બાદ પોલીસ તંત્ર સતર્ક થતાં રોજેરોજ વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો જારી રહ્યો છે. ભિલોડા પોલીસ મથક વિસ્તારમાં એક પરપ્રાંતિય ખેપીયો બાઇક પર વિદેશી દારૂની ખેપ મારવા જતાં એલસીબી પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે

 એલસીબી અરવલ્લીના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમના માણસો ભિલોડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, રાજસ્થાન તરફથી એક બજાજ એવેન્જર બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી અમદાવાદ તરફ થનાર છે. આથી એલસીબી પોલીસ ભાણમેર ગામની સીમમાં નાકાબંધી ગોઠવી ઉભા હતા ત્યારે બાતમીવાળું બાઈક આવી પહોંચતાં તેને રોકી ઝડતી લેતાં ભારતીય બનાવટની વિદેશી દારૂ /બિયરની બોટલ નંગ. ૪૮.જેની કિંમત રૂપિયા ૯,૬૦૦/- તથા મોબાઇલ અને બાઈક મળી કુલ રૂપિયા ૬૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્યના ઉદેપુર જીલ્લાના ઉપલા ફળિયું કણબઈ ગામના અનિલ સવજી ગામેતીની ધરપકડ કરી જેલભેગો કરી ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:52 pm IST)