ગુજરાત
News of Saturday, 31st October 2020

વિરમગામ ખાતે ભાજપ દ્વારા સરદાર પટેલ જયંતીની ઉજવણી કરવામાં આવી

 
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :   વિરમગામ શહેર ભાજપ દ્વારા ગોલવાડી દરવાજા બહાર સરદાર ચોક ખાતે સરદાર પટેલજીના સ્ટેચ્યુ પર ફુલહાર કરવામાં આવ્યા અને સરદાર પટેલ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,  મહામંત્રી શહેર ભાજપ હિતેશભાઈ મુનસરા, ઉપ પ્રમુખ શહેર ભાજપ ખુમાનસિંહ ઝાલા, ઉપ પ્રમુખ શહેર ભાજપ હસમુખભાઇ પટેલ, મહામંત્રી અ. જિલ્લા અનુસૂચિત મોરચો મહેશભાઇ પરમાર,  મંત્રી શહેર ભાજપ પુલકીત વ્યાસ,  પુર્વ ઉપપ્રમુખ શહેર ભાજપ મિતેશભાઇ આચાર્ય,  મહામંત્રી યુવા મોરચો હિરેનભાઈ પટેલ , ઉપ પ્રમુખ શહેર યુવા મોરચો  ડી સી ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

(6:35 pm IST)