ગુજરાત
News of Saturday, 31st October 2020

સુરતઃ સુમુલ ડેરીઍ દૂધના ફેટના ભાવમાં ૨૦ રૂપિયાનો ઘટાડો કર્યો

સુરત : શહેરની સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. દૂધના કિલોના ફેટના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરતા લોકોને મોટી રાહત મળી રહી છે. શિયાળામાં દૂધની આવક વધતી હોવાથી સુમુલ ડેરીના સત્તાધીશોએ ભાવમાં ઘટાડો કર્યો છે. સુમુલ ડેરીના સત્તાધીશોએ દૂધના ભાવ રૂ. 675 કરી દીધાં છે જે પહેલાં રૂપિયા 695 હતાં.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. સાથે અગાઉ લોકડાઉન લાદવામાં આવેલું હોવાંથી રાજ્યમાં અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ થઇ ગયા હતાં. ત્યારે એવામાં પેટ્રોલ-ડીઝલના ભાવ તો આસમાને છે જ. બીજી બાજુ સરકાર દ્વારા તાજેતરમાં જ કેટલાંક પ્રોજેક્ટોનુું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં જૂનાગઢનો રોપવે, સી પ્લેન તેમજ કેવડિયામાં પણ અનેક પ્રોજેક્ટોનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું. ત્યારે તે તમામ પ્રોજેક્ટોમાં પણ ભાડામાં ઘટાડો કરવાની લોકો માંગ કરી રહ્યાં છે. કેમ કે એક તરફ મોંઘવારી ને બીજી બાજુ કોરોનામાં અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ થઇ જતા તેમજ નોકરીઓ જતી રહેતા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં જો કિલોના ફેટના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો તે સામાન્ય જનતા માટે એક મોટી વાત કહેવાય. મહત્વનું છે કે, સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે જ્યારે શિયાળો આવે ત્યારે દૂધની આવકમાં વધારો થતો હોય છે. જેને ધ્યાનમાં રાખી સુમુુલ ડેરીના સત્તાધીશોએ આ નિર્ણય કર્યો છે. 695માંથી સીધા 675 રૂપિયા થઇ જતા સુરતીવાસીઓને મોટી રાહત મળી છે તેમજ સામે દૂધના વેચાણની માત્રામાં પણ વધારો થશે.

(5:31 pm IST)