ગુજરાત
News of Saturday, 31st October 2020

સુરતના પાંડેસરામાં બે દિવસ અગાઉ કારખાનામાંથી નીકળેલ યુવકની ભેદી સંજોગોમાં કુવામાંથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરનાપાંડેસરામાં બે દિવસ પહેલા કારખાનામાંથી નીકળ્યા બાદ ગત સાંજે કુવામાંથી યુવાનની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. તેના પરિવારે  તેને  ફેકી દીધો હોવાના આક્ષેપ કર્યા છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધનામાં દત્તકુટીરમાં રહેતો ૨૨ વર્ષીય ધીરજ રાકેશભાઇ ઠાકોર પાંડેસરાના દશેશ્વર પાસે એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો હતો.ગત તા.૨૮મીએ રાતે કારખાનામાંથી  પૈસા લીધા બાદ મિત્ર સાથે ક્યાક ગયો હતો.બાદમાં ગતતા.૨૮મીએ મોડી રાત્રે પાંડેસરાના વડોદ-જીયાવ રોડ સાંઇ ફકીરા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક કુવામાં ધીરજ રહસ્યમય સંજોગોમાં પડી ગયો હતો. અંગે તેના મિત્રએ ફાયરને જાણ કરી અને કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડે લાઇટ વડે જોયુ તો કંઇ મળ્યુ હતુ.બાદમાં ગત સાંજે પોલીસે અને ફાયરજવાનો ફરી ઘટના સ્થળે ધસી ગયા હતા.ત્યારે ફાયરજવાનોએ કુવામાંથી તેનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને  સોપ્યો હતો.બાદમાં પોલીસે મૃતદેહને નવી સિવિલ ખાતે મુક્યો હતો.

(4:51 pm IST)