વડોદરા:દુમાડ ચોકડીએથી સાવલી જતા રોડ નજીક પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પરપ્રાંતીય યુવકોને રંગે હાથે ઝડપી પાડ્યા
વડોદરા: શહેરની દુમાડ ચોકડીથી સાવલી જતા રોડ પરથી એલ.સી.બી. પોલીસે દારૃની ૨૬૪ બોટલ કોથળામાં ભરીને લઈ જતા બે પરપ્રાંતીયને ઝડપી પાડયા છે. અને દારૃની હેરાફેરી સંબંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકા પોલીસને માહિતી મળી હતી કે, દુમાડ ચોકડીથી સાવલી જતા રોડ પર બે વ્યક્તિઓ કોથળામાં દારૃની બોટલો ભરીને ઊભા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ૧. ઈન્દ્રકુમાર રામકિશન નિશાદ (રહે.મૂનલાઈટ પાંડેસરા, જીઆઈડીસી સુરત મૂળ રહે.યુ.પી.) અને ૨. ઈંદલલાલ ચલબલ શ્રીવાસ (રહે. ગોપાલનગર, પાંડેસરા, સુરત મૂળ રહે. યુ.પી) મળી આવ્યા હતા. તેમની પાસેના કોથળામાંથી વિદેશી દારૃની ૨૬૪ બોટલ કિંમત રૃપિયા ૨૮,૩૨૦ની મળી આવી હતી. જેથી પોલીસે બંનેની ધરપકડ કરી છે. દારૃ ક્યાંથી ક્યાં વાહનમાં અને કોના મારફતે લાવવામાં આવ્યો હતો? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.