ગુજરાત
News of Saturday, 31st October 2020

વડોદરામાં કારમાં માસ્ક ન પહેરનાર દંપતી પાસેથી પોલીસે દંડ વસુલવાની કામગીરી કરતા ઝપાઝપી

વડોદરા:કારમાં માસ્ક પહેર્યા વિના જતા ફેક્ટરી માલિક અને તેની પત્નીને વારસીયા પોલીસે રોકી દંડ વસૂલાતની કાર્યવાહી શરૃ કરતા દંપતીએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

વારસિયા પોલીસ મથકનો સ્ટાફ ગઇકાલે સંગમ ચાર રસ્તા પાસે માસ્કની કાર્યવાહી કરતો હતો

તે દરમિયાન એક કારમાં માસ્ક પહેર્યા વિના જતા દંપતીને અટકાવ્યા હતા. દંડની પાવતી આપવા માટે પોલીસે મહિલાનું નામ પૂછતાં મહિલા એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી અને હું શામાટે માસ્ક નહી પહેરવાનો દંડ ભરૃ? તેની સાથે બેઠેલા તેના પતિએ પણ તમે પોલીસવાળા ખોટો દંડ ઉઘરાવો છો. તેવું કહી તેને પીસીઆર વાનના બોનેટ પર જોરથી હાથ પછાડયા હતા. અને ઝપાઝપી કરી પીએસઆઇ બી.એસ. જાડેજાના મોઢા પર નખ મારી ઉઝરડા પાડી દીધા હતાં.

(4:48 pm IST)