ગુજરાત
News of Saturday, 31st October 2020

વેદાંતા લિમીટેડ વિરમગામ ખાતે ફાયર મોકડ્રીલ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)  વિરમગામ :  શ્રમ અને રોજગાર વિભાગનાં અધિક મુખ્ય સચિવ  વિપુલ મિત્રા તથા નિયામક , ઔદ્યોગિક સલામતી અને સ્વાચ્ય , અમદાવાદ  પી.એમ. શાહનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં સલામતી માસ તરીકે કાર્યકમ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે વેદાંતા લિમીટેડ વિરમગામ ખાતે ફાયર મોકડ્રીલનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદનાં નાયબ નિયામક , ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય એલ.બી. રોહિત , આઈ.ઓ.સી.એલ. વિરમગામનાં  સમીર સાઠે સહિતનાં અધિકારી , કર્મચારીઓ હાજર રહયા હતા તેમ વેદાંતા લિમીટેડ પાઈપલાઈન ઓપરેશન્સનાં હેડ આશીષકુમાર ગુપ્તાએ જણાવ્યું હતુ.

(9:15 am IST)