ગુજરાત
News of Thursday, 31st October 2019

ICICI બેંકની સૌથી વધુ બે મિલિયન ફાસ્ટેગ ઇશ્યુની સિદ્ધિ

છ મહિનામાં ફાસ્ટેગનું ઇશ્યૂઅન્સ બમણું કરવા ઉદ્દેશ : બેંક મૂલ્ય અને વોલ્યુમ એમ બંને દ્રષ્ટિએ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનમાં લીડર છે : ફાસ્ટેગની લોકપ્રિયતા વધી રહી છે

અમદાવાદ, તા.૩૧  : આઇસીઆઇસીઆઈ બેંકે આજે જાહેરાત કરી હતી કે, બેંકે અત્યાર સુધી બે મિલિયન ફાસ્ટેગ ઇશ્યૂ કરવાનું સીમાચિહ્ન સર કર્યું છે, જે દેશમાં કોઈ પણ નાણાકીય સંસ્થા કરતાં વધારે છે. બેંકનો ઉદ્દેશ આગામી છ મહિનામાં આ આંકડાને બમણો કરવાનો છે. ફાસ્ટેગ બ્રાન્ડ નેમ છે, જેની માલિકી ઇન્ડિયન હાઇવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇએચએમસીએલ)ની છે, જે એનએચએઆઈની ઇલેક્ટ્રોનિક ટોલિંગ કામગીરી અને અન્ય આનુષંગિક પ્રોજેક્ટ્સ હાથ ધરે છે. આ રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇઝ (આરએફઆઇડી) ટેગ વાહનની વિન્ડસ્ક્રીન પર ચીપકાવવામાં આવે છે. એનો ઉપયોગ કરવો સરળ છે, આ રિલોડેબલ ટેગ્સ છે, જે ટોલ ચાર્જનું ઓટોમેટિક ડિડક્શન શક્ય બનાવે છે અને વાહનને રોકડ વ્યવહાર કરવા માટે અટક્યાં વિના ટોલ પ્લાઝામાંથી પસાર થવાની સુવિધા આપે છે. આઇસીઆઇસીઆઈ બેંક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ઇટીસી) બજારમાં મૂલ્ય અને વોલ્યુમ એમ બંને દ્રષ્ટિએ દેશમાં લીડરશિપ ધરાવે છે અને અન્ય કોઈ પણ નાણાકીય સંસ્થા કરતાં ઘણી આગળ છે.

            બેંક ફાસ્ટેગ પર નાણાકીય વ્યવહારોની સંખ્યાની દ્રષ્ટિએ અડધાથી વધારે બજારહિસ્સો ધરાવે છે. મૂલ્યની દ્રષ્ટિએ બેંકનો હિસ્સો ૬૦ ટકા જેટલો ઊંચો છે. સપ્ટેમ્બર, ૨૦૧૯માં દેશમાં થયેલા ૨૯ મિલિયન ફાસ્ટેગ વ્યવહારોમાંથી આઇસીઆઇસીઆઈ બેંકે કુલ રૂ. ૩૯૫ કરોડનાં આશરે ૧૫.૪ મિલિયન વ્યવહારો હાથ ધર્યા હતાં. આ સીમાચિહ્ન પર આઇસીઆઇસીઆઈ બેંકનાં અનસીક્યોર્ડ એસેટ્સનાં હેડ શ્રી સુદિપ્તા રોયે જણાવ્યું હતું કે, અમને આઇસીઆઇસીઆઈ બેંકમાં દેશભરમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર આઇએચએમસીએલ સાથે ઇટીસીનાં અમલીકરણ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. મુંબઈ-વડોદરા કોરિડોર પર આ ઇનોવેટિવ સર્વિસ શરૂ કરનાર દેશમાં અમારી બેંક પ્રથમ હતી, જેણે સફળતાપૂર્વક નવા માપદંડો સ્થાપિત કર્યા છે. એટલું જ નહીં અત્યારે તમામ બેંકો વચ્ચે આંતર-કાર્યક્ષમતા માટે રાષ્ટ્રીય માપદંડો સ્થાપિત કરવા માટે અમારાં મોડલનો ઉપયોગ થાય છે. અમારું માનવું છે કે, ફાસ્ટેગ ટોલ કલેક્શન પર ગીચતા ઓછી કરીને મોટરચાલકો માટે સુવિધામાં વધારો કરે છે, કારણ કે ડ્રાઇવરોને ટોલ પ્લાઝા પર અટકીને ફી ચુકવવાની જરૂર પડતી નથી, જેથી તેમનો સમય બચે છે. ફાસ્ટેગની લોકપ્રિયતા વધી રહી છે અને સરકાર- સંચાલિત અનેબલર્સે અમને ૨ મિલિયન ટેગ્સ ઇશ્યૂ કરવાનાં સીમાચિહ્નને સર કરવામાં અમારી મદદ કરી છે.

              દેશનું કુલ ટોલ માર્કેટ વર્ષે અંદાજે રૂ. ૨૦,૦૦૦ કરોડનું છે. એમાંથી આશરે ૩૦ ટકા કલેક્શન ઇટીસી પ્લેટફોર્મ દ્વારા થાય છે, જે આ મહત્ત્વપૂર્ણ પેમેન્ટ એરિયામાં ડિજિટાઇઝેશનને આગળ વધારવાની મોટી તક હોવાનું સૂચવે છે. તમામ ટોલ પ્લાઝા માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવવાનાં હાલનાં આદેશ સાથે અમારો ઉદ્દેશ આગામી ૬ મહિનામાં અમારો પોર્ટફોલિયો બમણો એટલે ૪ મિલિયન ફાસ્ટેગનો કરવાનો છે. અમે ઇટીસી પ્રોગ્રામ અંતર્ગત નવા હાઇવેઝને પણ લાવી રહ્યાં છીએ. તાજેતરમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસવે અને હૈદરાબાદ આઉટર રિંગ રોડને સામેલ કરવામાં આવ્યાં છે. ઉપરાંત અમે એરપોર્ટ અને મોલ પર પાર્કિંગ પેમેન્ટ જેવી ફાસ્ટેગ પેમેન્ટની સુવિધાનો અન્ય ઇનોવેટિવ ઉપયોગ કરવા વિવિધ પાર્ટનર્સ સાથે જોડાણ કરી રહ્યાં છીએ.

અમે ફાસ્ટેગની ઉપલબ્ધતા વધારવા માટે મુખ્ય ઇ-કોમર્સ પોર્ટલ્સ સાથે પણ જોડાણ કરવાની યોજના ધરાવીએ છીએ. ફાસ્ટેગ પ્લેટફોર્મ મોટરચાલકોને સિંગલ ટેગનો ઉપયોગ કરીને બેંક દ્વારા એક્વાયર કરેલા વિવિધ ટોલ પ્લાઝા પર ચુકવણી કરવાની સુવિધા આપીએ છીએ. અત્યારે બેંક સ્ટેટ અને નેશનલ હાઇવેઝ પર ૨૧૨ ટોલ પ્લાઝાનું સંચાલન કરે છે. આ ટોલ પ્લાઝાનાં આશરે ૪૦ ટકા છે, જે અત્યારે ફાસ્ટેગ પ્રોગ્રામ અંતર્ગત કામ કરે છે.

(10:20 pm IST)