ગુજરાત
News of Thursday, 31st October 2019

રાજ્યના 145 જેટલા માર્કેટીંગ યાર્ડમાં આવેલા સેન્ટરોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની કાલથી થશે શરૂઆત

રાજકોટઃ આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. જેમાં રાજ્યના 145 જેટલા માર્કેટીંગ યાર્ડમાં આવેલા સેન્ટરોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો સરકાર દ્રારા ખેડૂતોના હિતમાં વઘારે સેન્ટરો પણ ખોલવામાં આવશે. સાથે સાથે જયેશ રાદડિયાએ જે વિસ્તારમાં માવઠાનો માર પડ્યો છે તેવા વિસ્તારોમાં પલળેલી મગફળી અંગે વિચારણા કરવામાં આવશે. તેવો દાવો પણ કર્યો છે.

મહત્વનું છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠાને કારણે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે. ત્યારે સરકારનો દાવો માત્ર વાતો જ રહે છે કે પછી નક્કર કાર્યવાહી થાય છે તે જોવું એટલુ જ મહત્વનું છે.

(5:26 pm IST)