ગુજરાત
News of Thursday, 31st October 2019

સુરતના કડોદરામાં સરદાર માર્કેટ નજીક જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: ચારની રંગે હાથે ધરપકડ: એક વેપારી ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયો

સુરતઃ કડોદરા રોડ સરદાર માર્કેટ નજીક ખુલ્લામાં જુગાર રમતાં ચાર વેપારીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસને જોઈ ભાગી છુટેલા શાકભાજીના એક વેપારીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, પોલીસને મળેલી બાતમીના આધારે ગત રોજ સુરત કડોદરા રોડ સરદાર માર્કેટ નજીક શાંતિલાલ પેટ્રોલપંપની પાછળ આર.સોમાભાઈ કંપાઉન્ડ પાયલ ટ્રેડીંગ પાસે ખુલ્લામાં છાપો માર્યો હતો. જુગાર રમતાં ફ્રુટના વેપારી નાવેદ અયુબ પટેલ, શાકભાજી-ફ્રૂટના બે વેપારી વસીમખાન સુભાનખાન પઠાણ અને રમેશભાઈ હીરાલાલ મૌર્યા, રેતી-કપચીના વેપારી નરેશભાઈ ધીરુભાઈ પટેલને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઈ શાકભાજીનો વેપારી ભોલા બટાકાવાલો ભાગી છુટ્યો હતો.

(5:18 pm IST)