ગુજરાત
News of Thursday, 31st October 2019

સંતોના સ્નેહ મિલન સાથે ગુરુકુલ પરિવાર જનોને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદતા.૩૧ નૂતન વર્ષના પ્રારંભે શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની સાનિધ્યમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ  ગુરુકુલ ખાતે સંતોનું અને SGVP ગુરુકુલ પરિવાર જનોનું સ્નેહ મિલન યોજાયુ હતું.

  આ પ્રસંગે ગુરુકુલના દરેક સંતો અને ભકતોએ શા.માધવપ્રિ્યદાજી સ્વામીનું ભાવભર્યું પૂજન કર્યું હતુ. માધવપ્રિયદાસજી સ્વામીએ દરેક સંતોને ભાવથી ભેટીને આશીર્વાદ આપ્યા હતા.

     સભામાંને સંબોઘન કરતા માધવપ્રિયદાસજી સ્વામીએ  જણાવ્યુ હતું કે ઘર આઁગણે પ્રગટેલા દિવાવલીના દિવડાઓ હ્રદયમાં પથરાયેલા ઘોર અંધકારને દૂર કરે તથા નવા વર્ષના નવા શુભ સંકલ્પો સૌના હ્રદયમાં    ધ્યાત્મનો ઉજાશ પાથરતા રહે, ભૌતિક સંપત્તિ ગમે તેટલી ભેગી થાય પણ જો સમજણ ન હોય તો તે સમૃદ્ધિ ક્યારેય સુખ આપતી નથી. સંપત્તિ સાથે સરસ્વતીનો સંગમ થાય તો સોનામાં સુગંધ ભળે. ભગવાને આપેલી સંપત્તિનો ઉપયોગ જો દર્દીનારાયણ અને દરિદ્રનારાયણની સેવામાં થાય તો એ સંપત્તિ શુભ લક્ષ્મી ગણાય.

  આ પ્રસંગે વિશેષમાં સ્વામીજીએ પ્રેરણા કરી હતી કે, નૂતન વર્ષે આપણે સંકલ્પ કરીએ કે, આપણાં ઘર, ગામ નગરોને સ્વચ્છ રાખીશું. વધારેમાં વધારે વૃક્ષો વાવીને આપણી માતા સમાન ધરતીને હરિયાળી બનાવીશું. સીંગલ યુજ પ્લાસ્ટીકનો વપરાશ નહીં કરીએ અને આપણી પવિત્ર લોકમાતા સમાન નદીઓને પ્રદુષણ મુકત કરીશું.

  ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં બિરાજમાન પૂજ્ય ગુરુુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂ્જય જોગી સ્વામી વગેરે સંતોના આશીર્વાદ સહુ પરિવારજનો ઉપર અખંડ વરસતા રહે તેવી નૂતન વર્ષે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના છે.

 

પ્રતિ,આદરણીય તંત્રી શ્રી                                                  કનુભગત

(1:37 pm IST)