ગુજરાત
News of Thursday, 31st October 2019

ગુજરાતના ગૌરવ એવા એ.કે.સિંઘે એન. એસ.જી.ના ગૌરવવંતા સ્થાનનો ચાર્જ લીધો

આશીષ ભાટીયા દંપતી અને અજયકુમાર તોમર દંપતી દ્વારા ભાવભર્યુ વિદાયમાન : નેશનલ સિકયુરીટી ગાર્ડ અંગે જાણવા જેવી રસપ્રદ વાતો

રાજકોટ, તા., ૩૧: ૧૯૮પ બેચના કાર્યદક્ષ-ખાનદાન અને સ્વચ્છ છબી ધરાવતા અમદાવાદના પોલીસ કમિશ્નરને તેમની યોગ્યતા અને અનુભવ ધ્યાને લઇ એનએસજી (નેશનલ સિકયુરીટી ગાર્ડ) જેવા દેશના મહત્વના દળમાં ડીજીપી લેવલે પસંદગી થતા ગુજરાતમાં નાના પોલીસમેનથી માંડી  ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં હર્ષની લાગણી ફેલાયેલ. અંતે એ.કે.સિંઘે પોતાના નવા હોદાનો  ચાર્જ સંભાળી લીધો છે.

એ.કે.સિંઘને તેમની જ બેચના અને તેમના જેવી જ  સ્વચ્છ છબી ધરાવતા અને યોગાનુયોગ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરનો એ.કે.સિંઘની બદલીથી ખાલી પડનાર જગ્યાનો ચાર્જ સંભાળનાર રાજયના ડીજીપી કક્ષાના સીઆઇડી વડા આશીષ ભાટીયા દંપતી દ્વારા તેઓનું ભાવભીનુ બહુમાન કરવા સાથે જેમને રાજય સરકારે ખુબ જ મહત્વની એવી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની જગ્યા પર નિમ્યા છે તેવા ભુતકાળમાં બીએસએફમાં ફરજ બજાવી ચુકેલા એડીશ્નલ ડીજીપી કક્ષાના અજયકુમાર તોમર તથા ગુજરાતના સીનીયર આઇએએસ એવા શ્રીમતી સુનયના તોમર દ્વારા પણ સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવેલ.

એ.કે.સિંઘની જે સ્થાને નિમણુંક થઇ છે તેવા એનએસજી અર્થાત નેશનલ સિકયુરીટી ગાર્ડ કોઇ પણ ઇમરજન્સી સમયે પહોંચી વળવામાં ખુબ જ સક્ષમ છે. આજે જ પોતાની કાર્યક્ષમતાનો પરિચય કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન એનએસજી દ્વારા ગુજરાત પોલીસ માફક જે રીતે આતંકવાદી હુમલા સમયે કઇ રીતે ગણત્રીની મીનીટોમાં ઓપરેશન પાર પાડી આતંકવાદીઓનો ખાત્મો બોલાવે છે તેનું લાઇવ ડેમોનસ્ટ્રેશનના દર્શન કરાવ્યા.

એનએસજીની સ્થાપના ૧૯૮૪માં થઇ હતી. એનએસજીનું ેહેડ કવાર્ટર દિલ્હીમાં છે. બ્લેક કમાન્ડો તરીકે જાણીતા આ દળ દ્વારા ઓપરેશન બ્લુ સ્ટાર સમયે મહત્વની ભુમીકા ભજવવા સાથે ગુજરાતમાં જયારે અક્ષરધામ પર આતંકી હુમલો થયો તે સમયે એનએસજી કમાન્ડોને તાત્કાલીક દિલ્હીથી તેડાવવા પડેલ. એ સમયે જ તેની મહતા સમજાઇ હતી. વડોદરાની સવગણ સોસાયટીમાં આતંકવાદીઓ ઘુસ્યા હતા ત્યારે એએસજીએ જ તેમનો ખાત્મો બોલાવ્યો હતો. એનએસજીનો એક જ હેતુ છે સર્વોત્તમ સુરક્ષા.

(1:23 pm IST)