ગુજરાત
News of Thursday, 31st October 2019

સાતમા પગાર પંચના એલાઉન્સ સહિતના પ્રશ્નો અંગે કાલથી ૫૫ હજાર વીજ કર્મચારીઓનું આંદોલનઃ કાલે સાંજે સૂત્રોચ્ચાર

ઇજનેરો-કર્મચારીઓ લડતના માર્ગેઃ કોર્પોરેટ ઓફીસ સહિત રાજયભરથી તમામ કચેરી સામે દેખાવો...

રાજકોટ, તા.૩ ૧: અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જિનિયર એસોસિએશન  ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા ઉર્જા ખાતા ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ના સમૂહ ને લગતા લાભો અને હક્કો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી વડોદરા ને આપેલ નોટિસ અન્વયે કાલથી લાભ પાંચમના શુભ દિવસે આંદોલનનો પ્રારંભ કરી તમામ કંપનીઓ ના ડીવીઝન,સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરીઓ ની સામે સુત્રોચાર કરી લડત નો આરંભ થશે.

આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા એક વર્ષ થી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જાખાતા ના કર્મચારીઓ ને સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ આર એ, જીએસ ઓ ૪ મુજબ ખૂટતો સ્ટાફ અને કામ ન પ્રમાણ માં વધારાનો સ્ટાફ રજા ના પૈસા રોકડ માં ચૂકવવા, મેડિકલ ના લાભો આપવા, અને અન્ય લાભો જે માંગણી કરેલ છે તે આપવા સતત રજૂઆતો કરવામાં આવેલ પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી નહીં કરી અને મિટિંગ માં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુતર આપવાની પણ કોશિશ કરેલ નથી જેથી સાતેય કંપનીઓ ના કર્મચારીઓ માં ઉગ્ર આક્રોશ જોવા મળેલ જેના પરિણામે આખરે લડત કરવામાટે નોટિસ આપવામાં આવેલ ને વિવિધ કાર્યક્રમો નક્કી કરવમાં આવેલ જે પૈકી લાભ પાંચમ ના શુભ મુહૂર્ત ના દિવસે જેટકો,જીસેક અને ડિસ્કોમ કંપનીઓ ના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરી સામે સાંજે ૬.૧૦ પછી સુત્રોચાર ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખૂબ મોટી સંખ્યા માં કર્મચારીઓ અને ઇજનેરો હાજરી આપશે ગુજરાત ની પ્રજા ને દીપાવલી ના તહેવાર માં વીજ વિક્ષેપ ના થાય તેવા શુભ આશય થી આંદોલન દિવાળી ના તહેવાર પછી નિર્ધારિત કરેલ છે જે વીજ કર્મચારીઓ અને અધિકારીઓ ની સાચી નિષ્ઠા દર્શાવે છે પરંતુ ઉર્જા ખાતા ના કર્મચારીઓ અને અધિકારીઓ ની સાચી વ્યાજબી અને ન્યાયિક માંગણીઓ પરત્વે મેનેજમેન્ટ ના સતત નકારાત્મક અભિગમ ના કારણે આંદોલન અનિવાર્ય બનેલ છે.

આ લડત અંગે યુનિયન અગ્રણીઓ સર્વશ્રી બળદેવ પટેલ, બી.એમ.શાહ, ગીરીશભાઇ જોષી, આર.બી.સાવલીયા, મહેશ દેસાણી માર્ગદર્શન આપી રહ્યા છે.

(11:50 am IST)