ગુજરાત
News of Thursday, 31st October 2019

સરદાર પટેલ જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી: કશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થતા સરદાર સાહેબનું એક અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું

સમગ્ર રાજ્યમાં એકતા માટે ની દોડ -રન ફોર યુનિટી યોજાશે: નાગરિકોને રાષ્ટ્રીય એકતા ના શપથ લેવડાવાશે: રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકોએમંત્રીમંડળના સભ્યો પદાધિકારીઓ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવશે

અમદાવાદ : લોહપુરૂષ સરદાર પટેલની જન્મ જયંતી ૩૧ ઓકટોબર નીદેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.  એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપૂત સરદાર સાહેબની આ વર્ષ ની જન્મ જયંતી દેશ માટે વિશેષ છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની કુશાગ્ર દ્રષ્ટીથી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિરમાંથી ૩૭૦ની કલમ રદ કરતાં ભારત સાચા અર્થમાં એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે.સરદાર સાહેબ નું  એક અને અખંડ રાષ્ટ્ર નું સપનું સાકાર થયું છે

                   રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીને ગુજરાતમાં પણ રાષ્ટ્રીય એકતા માટેની દોડ ‘રન ફોર યુનિટી’, ‘રાષ્ટ્રીય એકતા શપથ’ તથા ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ સાથે અમદાવાદ સહિત જિલ્લા મથકોએ ઉજવણી કરવાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.આ અંતર્ગત સવારે ૭.૦૦ કલાકે જિલ્લા મથકોએ ‘રન ફોર યુનિટી’ અને સાંજે ૫.૦૦ કલાકે ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાશે.

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદના પોલીસ સ્ટેડિયમથી ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવશે, અને સાંજે ૫.૦૦ કલાકે સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા જોડાશે. 

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતેથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવશે.

રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકોએ રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ ‘ પદાધિકારીઓ રન ફોર યુનિટી’ નો આરંભ કરાવશે અને ઉપસ્થિત લોકોને, ‘રાષ્ટ્રીય એકતા શપથ’   લેવડાવશે.તથા ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ માં પણ ઉપસ્થિત રહેશે

. તદનુસાર વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્રભાઇ ત્રિવેદી વડોદરાથી, કૃષિ મંત્રીરી આર.સી.ફળદુ જામનગરથી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેડાથી, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ ગાંધીનગરથી, વનમંત્રી  ગણપતભાઇ વસાવા સુરતથી, અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટથી, શ્રમ-રોજગાર મંત્રી  દિલીપકુમાર ઠાકોર પાટણથી, સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી  ઇશ્વરભાઇ પરમાર તાપીથી, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા મોરબીથી, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા જૂનાગઢથી, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ દાહોદથી, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમાર પંચમહાલથી,  સહકાર રાજ્ય મંત્રી  ઇશ્વરસિંહ પટેલ ભરૂચથી, પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર કચ્છથી, મહિલા બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ભાવનગરથી, વન રાજ્ય મંત્રી  રમણલાલ પાટકર વલસાડથી, શહેરી આવાસ રાજ્ય મંત્રી યોગેશભાઇ પટેલ આણંદથી, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીથી, નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ નવસારીથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવશે.

આ ઉપરાંત શ્રીમતી ભાવનાબેન દવે સાબરકાંઠાથી, ડી.ડી.પટેલ મહિસાગરથી, આઇ.કે.જાડેજા સુરેન્દ્રનગરથી, બલવંતસિંહ રાજપૂત બનાસકાંઠાથી,  મુળુભાઇ બેરા દેવભૂમિદ્વારકાથી, મહેન્દ્રસિંહ સરવૈયા પોરબંદરથી, રાજેશભાઇ પાઠક અરવલ્લીથી, હંસરાજભાઇ ગજેરા ગીર સોમનાથથી અને દલસુખભાઇ પ્રજાપતિ છોટાઉદેપુરથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નો પ્રારંભ કરાવશે.

(10:20 pm IST)