ગુજરાત
News of Thursday, 31st October 2019

સરદાર પટેલનો રાજકીય ઉપયોગ થાય છે : દેખાડો ન કરવો જોઈએ:ખેડૂતોને યોગ્ય વળતર આપવી જોઈએ: હાર્દિક પટેલ

સરદાર કોઈ પાર્ટીના નેતા નહોતા, સરદાર આખા દેશના નેતા

અમદાવાદ : સરદાર પટેલનો રાજકીય ઉપયોગ કરાઈ રહ્યો છે' તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના નેતા તરીકે રાજકારણમાં પ્રવેશેલા હાર્દિક પટલે હવે કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે.

સરદાર પટેલના જન્મદિવસના એક દિવસ અગાઉ હાર્દિક પટેલે સમાચાર એજન્સી એએનઆઈ સાથેના ઇન્ટર્વ્યૂમાં કહ્યું, "સરદાર પટેલની જયંતી પર તમામ રાજકીય પક્ષો કાર્યક્રમો યોજે છે.જોકે સરદાર કોઈ પાર્ટીના નેતા નહોતા, સરદાર આખા દેશના નેતા છે.

  સરદારની જયંતીએ ગુજરાત સરકાર દ્વારા એકતા દિવસ તરીકે ઉજવણી કરાઈ રહી છે, તેના પર પણ હાર્દિકે પોતાનો મત પ્રગટ કર્યો હતો :"સરદારની જયંતી પર એકતાની વાત થઈ રહી છે પણ દેશના વિવિધ પ્રદેશોમાં ખેડૂતો, યુવાનો અને સૌ લોકો દુખી છે."

  પીએમ  મોદીની મુલાકાત વિશે તેમણે કહ્યું, "જયંતીના દિવસે તેઓ(ર મોદી) સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર આવી રહ્યા છે, ત્યારે હું માનું છું કે ત્યાં આવીને દેખાડો ન કરવો જોઈએ, ખેડૂતોને યોગ્ય વળતર આપવી જોઈએ.તેમણે એવુ પણ કહ્યું કે સરદાર પટેલને રજનીતિનો હિસ્સો બનાવી દેવાયા છે.

 

(12:34 am IST)