ગુજરાત
News of Thursday, 31st October 2019

ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક : ગુજરાત એસ.ટીમાં 2,389 કંડક્ટરની ભરતી

30 નવેમ્બરે અરજી કરવાની અંતિમ તારીખ: 5 વર્ષ માટે 16 હજાર ફિક્સ પગાર બાદ ફૂલ પગારમાં સમાવેશ કરાશે

અમદાવાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 2 હજાર 389 કંડકટરની ભરતી કરવામાં આવનાર છે. નવી ભરતીઓ માટે નવેમ્બરમાં ફોર્મ ભરી શકાશે. 30 નવેમ્બરે અરજી કરવાની અંતિમ તારીખ છે. આ ઉમેદવારો માટે ધોરણ-10 પાસની લાયકાત રાખવામાં આવી છે.

 રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમ (GSRTC) દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં 1 નવેમ્બર 2019થી 30 નવેમ્બર 2019 સુધીમાં રાત્રે 12 વાગ્યા સુધીમાં અરજી કરી શકશે. આ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

 છેલ્લે ભરેલું ફોર્મ માન્ય ગણાશે. જો ભરેલા ફોર્મમાં કોઇ ભૂલ થાય તો નવું ફોર્મ ભરવાનું રહેશે. 5 વર્ષ માટે 16 હજાર રૂપિયા ફિક્સ પગાર ત્યાર બાદ ફૂલ પગારમાં સમાવેશ કરવામાં આવશે.

જનરલ કેટેગરી માટે નક્કી કરેલ ફી ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરી માટે કોઇ ફી નથી ભરવાની. જોકે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ફી ભરવાની નહીં રહે. પરીક્ષાના કોલલેટર મળ્યા બાદ કોમ્પ્યુટરાઇટ્ઝ પોસ્ટ ઓફિસમાં જઇને ફી ભરવાની રહેશે. ઓનલાઇન ફી નહીં ભરી શકાય. પરીક્ષામાં કોલલેટર અને ફીની પહોંચ સાથે લઇ જવાની રહેશે.

(11:02 pm IST)